અંકલેશ્વર: અંકલેશ્વર તાલુકા પોલીસે જીતાલી ગામેથી ગુમ થયેલ મહિલા અને તેના બાળકોને શોધી કાઢી પરિવાર સાથે સુખદ મિલન કરાવ્યું હતું
અંકલેશ્વર તાલુકાના જીતાલી ગામમાં રહેતી મહિલા તેના ત્રણ બાળકો સાથે કોઈને પણ કંઈક કહ્યા વિના ઘરેથી નીકળી ગઈ હતી.જે મહિલા અને બાળકો અંગે તેના પતિએ તાલુકા પોલીસ મથકે ગુમ અંગેની ફરિયાદ નોંધાવી હતી.પોલીસે ફરિયાદ નોંધી હતી.શંકાસ્પદ મોબાઈલ નંબરને આધારે ટેક્નિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સની મદદ વડે જામનગરના મોરકંડા ગામેથી શોધી કાઢી પરિવારજનો સાથે સુખદ મિલન કરાવ્યું હતું.