કડી: કડી થોળ રોડ પર આવેલ અંડર બ્રિજમાં પ્રવેશ કરતા ગાડી પલટી મારી ગઈ, ચાલક ઈજાગ્રસ્ત, મોટી જાનહાની ટળી
Kadi, Mahesana | Oct 26, 2025 આજ રોજ તારીખ 26 ઓક્ટોમ્બર ના રોજ સાંજના સમયે એક ગાડી ચાલક થોળ તરફથી ગાડી નંબર GJ38 BG 9689 લઈ કડી હાઈ વે તરફ જઈ રહ્યો હતો.તે દરમિયાન અંડર બ્રિજમાં પ્રવેશ કરતા સ્ટેરીંગ પર નો કાબુ ગુમાવતા ગાડી ધડાકા સાથે પલ્ટી મારી ગઈ હતી અને કડી હાઈવે તરફ જતા રોડ પર આડી થઈ ગઈ હતી.અકસ્માત સર્જાતા તત્કાલિક આજુબાજુ થી લોકો દોડી આવ્યા હતા.અને ગાડી ચાલકને બહાર કાઢી 108 એમ્બ્યુલન્સ ને બોલાવી સારવાર સારુ ખસેડવામાં આવ્યો હતો.જોકે સદનસીબે મોટી જાન હાની ટળી હતી.