મહુવા: મહુવાના કોષ ગામે કેનાલમાં પગ લપસી જતાં યુવકનું કરુણ મોત: મહાશિવરાત્રીના દિવસે પરિવારમાં માતમ
Mahuva, Surat | Feb 15, 2026 સુરત જિલ્લાના મહુવા તાલુકાના કોષ ગામે આજે એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. કોષ ગામના 'ઉપલી કોષ ફળીયા'માં રહેતા ૩૮ વર્ષીય કેતનભાઈ રવજીભાઈ પટેલનું કેનાલના ઊંડા પાણીમાં ડૂબી જવાથી મોત નીપજ્યું છે. પ્રાપ્ત વિગતો અનુસાર, આજે બપોરે ૧૨:૧૫ કલાકે કેતનભાઈ ગામની ઉકાઈ ડાબા કાંઠા શાખાની કેનાલના મુખ્ય ગેટ પાસે હાથ-પગ ધોવા ગયા હતા, તે સમયે અચાનક પગ લપસી જતાં તેઓ ઊંડા પાણીમાં ખાબક્યા હતા.જેમનું મોત નિપજ્યું હતું.