બારડોલી: બારડોલી ના અસ્તાન કન્યા વિધાલય ખાતે સુરત જિલ્લા ખેડૂત સમાજ દ્વારા સ્નેહ મિલન સમારંભ યોજાયો હતો.
Bardoli, Surat | Nov 2, 2025 બારડોલી પંથક ના સહકારી અગ્રણી ભીખા ઝવેર પટેલ, બાબુ વનમાળી પટેલ, હસુ મગન પટેલ, ડો. ખુશાલ પટેલ, દર્શન નાયક વગેરે ની વિશેષ ઉપસ્થિતિ સાથે આયોજિત કાર્યક્રમ માં ખેડૂતો સહિત પરિવારોની મહિલાઓ, બાળકો વગેરે પણ જોડાયા હતા. ખેડૂતો ના હિત ની વાતો કરી અગ્રણીઓએ ખેડૂત સમાજ ને સંગઠિત રહી વિવિધ પ્રશ્નો તથા સમસ્યાઓ નો સામનો કરવા હાકલ કરાઈ હતી. ખેડૂત સંગઠિત રહે તો વિકાસ નિશ્ચિત જણાવતા સંમેલન માં ઉપસ્થિત મહિલાઓને પણ ખેડૂતો ના પ્રશ્નો માં સાથ આપવા હાકલ કરી હતી.