બારડોલી: દક્ષિણ ગુજરાતના સહકારી ક્ષેત્રના પીઢ નેતા રમણલાલ સૂખાભાઈ પટેલનું ટૂંકી માંદગી બાદ બારડોલીની સરદાર હોસ્પિટલમાં નિધન
Bardoli, Surat | Oct 10, 2025 રમણલાલ પટેલે 1967માં ગામના સરપંચ તરીકે જાહેર જીવન શરૂ કર્યું અને 25 વર્ષ સુધી બિનહરીફ સેવા આપી હતી. રાજકારણમાં તાલુકા પંચાયત સભ્ય તરીકે પણ તેમણે યોગદાન આપ્યું હતું. તેમણે 1989 માં સૌપ્રથમ વખત બારડોલી સુગર ફેક્ટરીના પ્રમુખનું પદ સંભાળ્યું હતું. તેઓ 30 વર્ષ બારડોલી સુગર ફેક્ટરીનું સુકાન સંભાળ્યું હતું.. તેમના નેતૃત્વ હેઠળ ફેક્ટરીની પીલાણ ક્ષમતા 7000 દૈનિકથી વધારીને 10,000 દૈનિક કરવામાં આવી હતી. બારડોલી સુગર ફેક્ટરી ઉપરાંત, તેઓ અનેક સંસ્થાઓમાં હત