ઘાટલોડિયા: NFD સર્કલ પાસે ડ્રેનેજ લાઈન બેસી જતા લોકોને હાલાકી
પહેલા જ વરસાદે તંત્રની પ્રી-મોન્સૂન કામગીરીના ધજાગરા ઉડાવ્યા છે. NFD સર્કલ પાસે આખેઆખી ડ્રેનેજ લાઇન બેસી જતાં મુખ્ય રોડ પર ગાડીઓ ફસાઈ ગઈ હતી અને લોકોને ઘરે જવા માટે લાકડાનો સહારો લેવો પડ્યો હતો. AMCની આ ઘોર બેદરકારી વચ્ચે એક પરિવાર પર આભ તૂટી પડ્યું છે, કારણ કે ઘરમાં દીકરીની સગાઈનો પ્રસંગ છે અને ઘર આંગણે જ રસ્તો બેસી જતાં પરિવારની આંખમાં આંસુ આવી ગયા છે. સગાઈનો પ્રસંગ ક્યાં કરવો તે મોટો પ્રશ્ન ઊભો થયો છે.