તારાપુર: તારાપુર પોલીસે ત્રણ મહિનાથી ફરાર પ્રોહિબિશનના આરોપીને ઝડપી પાડ્યો
Tarapur, Anand | May 30, 2026 તારાપુર પોલીસ સ્ટેશનના સ્ટાફના માણસો પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન મળેલી બાતમીના આધારે, પ્રોહિબિશનના ગુનામાં છેલ્લા ત્રણ મહિનાથી ફરાર આરોપી અજીતભાઈ ઉર્ફે દુધી રમેશભાઈ પરમાર (રહે. ભલાડા, મોતીપુરા, તા. માતર, જિ. ખેડા) ને તારાપુર મોટી ચોકડી પાસેથી પકડી પાડવામાં આવ્યો છે. પોલીસ દ્વારા હ્યુમન સોર્સિસ અને સીડીઆર એનાલિસિસની મદદથી આરોપીનું લોકેશન ટ્રેસ કરવામાં આવ્યું હતું.તારાપુર પોલીસે આરોપીની અટકાયત કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.