રાજકોટ પૂર્વ: બકરી ઈદની જાહેર રજામાં ધોળકિયા સ્કૂલ ચાલુ રખાતા કોંગ્રેસનો હલ્લાબોલ, પોલીસ દ્વારા 5ની અટકાયત
આજે બકરીઈદની જાહેર રજામાં પણ ધોળકિયા સ્કૂલની તમામ બ્રાન્ચો ચાલુ રાખવામાં આવી હતી. જેને લઈને વાલીઓની ફરિયાદો આવતા કોંગ્રેસના પ્રવક્તા રોહિતસિંહ રાજપૂત આજે સોમવારે સવારે 11 વાગ્યાની આસપાસ બાલાજી હોલ પાસે આવેલ ધોળકિયા સ્કૂલ બંધ કરાવવા પહોંચ્યા હતા. તેઓ આ મામલે સ્કૂલના સંચાલકને રજૂઆત કરતા હતા ત્યારે તાલુકા પોલીસે આવી રોહિતસિંહ રાજપૂત સહિત પાંચ શખ્સોની અટકાયત કરી હતી.