કાલોલ: પેટ્રોલ ડીઝલની અછતની અફવા વચ્ચે કાલોલના મુખ્ય માર્ગો ઉપરના પેટ્રોલ પંપો પર વાહનચાલકોની મોટીમાત્રામાં લાઈનો લાગી.
કાલોલ શહેરમાં મોડી રાત્રે પેટ્રોલ અને ડીઝલની તંગી સર્જાવાની આશંકા અને સોશિયલ મીડિયા પર વહેતી થયેલી વિવિધ અફવાઓને પગલે ભારે નાસભાગ જેવો માહોલ જોવા મળ્યો હતો. સાંજ પડતા જ કાલોલ શહેર સહિત સમગ્ર તાલુકા ના મુખ્ય માર્ગો પર આવેલા તમામ પેટ્રોલ પંપો પર વાહનચાલકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા, જેના કારણે અફરાતફરી જેવી સ્થિતિ સર્જાઈ હતી. છેલ્લા કેટલાક કલાકોથી સોશિયલ મીડિયામાં મેસેજ વાયરલ થયા હતા કે આગામી દિવસોમાં હડતાલ અથવા સપ્લાયમાં વિક્ષેપને કારણે પેટ્રોલ-ડીઝ