ભાવનગર શહેર: નીલમબાગ પોલીસ વિસ્તારમાં રહેતા સગીર બાળકના અપહરણની ઘટનાને લઇ કાર્યવાહી કરી બાળકને સલામત રીતે શોધી આપ્યો
Bhavnagar City, Bhavnagar | Jun 14, 2026
ભાવનગર પોલીસની ઝડપી અને સુનિયોજિત કામગીરીના પરિણામે ઘરેથી નીકળી ગયેલા 16 વર્ષીય સગીર બાળકને માત્ર આઠ દિવસમાં હેમખેમ શોધી કાઢવામાં સફળતા મળી છે. ધોરણ-12માં ધાર્યા કરતાં ઓછા ગુણ આવતા નિરાશ થયેલો બાળક કોઈને જાણ કર્યા વગર ઘર છોડીને નીકળી ગયો હતો. એલસીબી અને નીલમબાગ પોલીસની સંયુક્ત કામગીરીથી બાળકને સાળંગપુર ખાતેથી સુરક્ષિત મળી આવ્યો હતો.