ટ્રાફિકની સમસ્યા સામે AMCનો માસ્ટરસ્ટ્રોક! અમદાવાદમાં પાર્કિંગની તકલીફ દૂર કરવા તંત્રએ કોમર્શિયલ એકમોને ૧૦૨ પ્લોટ ભાડે આપવાની પહેલ કરી છે. સાઉથ વેસ્ટ ઝોનમાં ૧૨ પ્લોટ ફાળવી ૫૨ લાખની આવક પણ મેળવી છે. સરખેજ-જોધપુર જેવા વિસ્તારોમાં હવે ટ્રાફિકથી રાહત મળશે. આ મૉડેલ ટૂંક સમયમાં સમગ્ર શહેરમાં લાગુ થશે.