ખંભાત શહેર હદ વિસ્તારમાંથી એક એક્ટિવા ખોવાઈ ગઈ હોવાની અરજદારે ફરિયાદ કરી હતી. જેને આધારે ખંભાત શહેર પોલીસના માણસોએ તપાસ હાથ ધરી હતી. સીસીટીવી કેમેરા, હ્યુમન સોર્સ તેમજ ટેક્નિકલ સર્વલેન્સના મદદથી ખોવાઈ ગયેલ એક્ટિવાને ખંભાત શહેર પોલીસે શોધી કાઢી હતી.ત્યારબાદ એક્ટિવાના મૂળ માલિકને પોલીસ મથકે બોલાવી વાહન સોંપવામાં આવ્યું હતું.કર્યું અરજદારના ખોવાયેલ વાહનોની ફરિયાદનો નિકાલ કરતા અરજદારે ખંભાત શહેર પોલીસનો આભાર વ્યક્ત કર્યો હતો.