વલસાડ જિલ્લાના ડુંગરી પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી સામે આવ્યો હતો. ગણપતિ બાપ્પાના આગમન સમયે એક યુવક તલવાર જેવી દેખાતી સ્ટીલની સ્ટીક હવામાં લહેરાવીને ડાન્સ કરી રહ્યો હતો, જેનો વીડિયો વાયરલ થતાં પોલીસે કડક કાર્યવાહી કરી છે.
વલસાડ જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી યુવરાજસિંહ જાડેજા અને નાયબ પોલીસ અધિક્ષકશ્રી એ.કે.વર્માની સૂચનાથી હાલ પોલીસ સોશિયલ મીડિયા પર બાઝ નજર રાખી રહી હતી.દરમિયાન, ડુંગરી પોલીસને કકવાડી મેથીયા ફળીયા વિસ્તારમાં ગણપતિ આગમનના વરઘોડામાં એક યુવક દ્વારા તલવાર જેવું સાધન લઈને જાહેરમાં નાચતો હોવાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો.
વીડિયો વાયરલ થતાં જ ડુંગરી પોલીસ સ્ટેશનના પોલીસ ઈન્સ્પેક્ટર શ્રી યુ.એચ.પટેલ તથા તેમની ટીમે (ASI હિરેનભાઈ, ASI જયેન્દ્રસિંહ અને પો.કો. નિતિનભાઈ) તાત્કાલિક તપાસ હાથ ધરી હતી. પોલીસે ઘટના સ્થળે પહોંચીને તપાસ કરતા જાણવા મળ્યું કે વીડિયોમાં દેખાતું હથિયાર એક સ્ટીલની સ્ટીક છે. પોલીસે આ મામલે કકવાડી �
Valsad, Valsad | Sep 13, 2026