રાપર: રાપર તાલુકા પંચાયતની સામાન્ય સભા મળી,હાજર 14 સભ્યોમાંથી 8 કાયદેસર, બાકીનાના પતિ અને ભાઇઓ બેઠકમાં ગોઠવાયા..
Rapar, Kutch | Oct 8, 2025 રાપર તાલુકાપંચાયત કચેરી ખાતે તાલુકા પંચાયત પ્રમુખ કેશરબેન બગડાના અધ્યક્ષસ્થાને તાલુકા પંચાયતની સામાન્ય સભા મળી હતી.જેમાં કુલ 24 સભ્યોમાંથી માત્ર 14 જ હાજર રહ્યા હતા, જેમાં પણ કાયદેસર રીતે માત્ર આઠ સભ્યોની જ હાજરી હતી. બાકીની ખુરશીઓ પર સભ્યોના પતિઓ, ભાઈઓ વગેરેએ હક જમાવીને સભાનું કોરમ પૂરું કરવાનો પ્રયાસ કરતાં ભારે ચકચાર મચી હતી.આ બેઠકમાં કોંગ્રેસનો એક પણ કાયદેસર સભ્ય ઉપસ્થિત રહ્યો નહોતો. જ્યારે સત્તાધારી ભાજપના કેટલાક સભ્યો મુંબઈમાં હોવાનું જણાયુ