ખંભાત તાલુકાના હૈદરપુરા ગામના પાટીયા નજીક સર્જાયેલી એક હીટ એન્ડ રન ઘટના બની છે. જે ઘટનામાં ગોલાણા શહીદપુરાના જયદીપ મફતભાઈ ચૌહાણનું મોત થયું હતું, જ્યારે પિતરાઇ ભાઇ વિપુલભાઈ રમણભાઈ ચૌહાણને ગંભીર ઈજાઓ થતાં તેને વડોદરાની સયાજી હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો હતો. આ અંગે ખંભાત ગ્રામ્ય પોલીસે અજાણ્યા વાહનના ચાલક વિરુદ્ધ ગુનો દાખલ કરીને સીસીટીવી ફૂટેજની મદદથી ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે.