પૂરથી નુકસાન પામેલા રાતા ખાડી અને અંભેટી ટીટવી ખાડીના પુલો મરામત બાદ ફરી વાહનવ્યવહાર માટે ખુલ્લા
રાતા ખાડીનો પુલ તેમજ અંભેટી ગામ નજીક આવેલ ટીટવી ખાડીનો પુલ પણ પૂરના પ્રચંડ પ્રવાહના કારણે ગંભીર રીતે ક્ષતિગ્રસ્ત બન્યા હતા.
તંત્રની સમયસૂચક કામગીરી અને સતત પ્રયાસોના પરિણામે બંને પુલોની મરામત સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવી છે. સુરક્ષાની ચકાસણી બાદ પારડી–પારીયા–અંબાચ–ચીબડકચ્છ માર્ગ પર આવેલ રાતા ખાડીનો પુલ તથા અંભેટી ટીટવી ખાડીનો પુલ હવે ફરીથી રાહદારીઓ અને તમામ પ્રકારના વાહનવ્યવહાર માટે ખુલ્લા મુકવામાં આવ્યા છે.#vapi #Pardi #pariya #ratakhadi #ambhetivillage
Vapi, Valsad | Jul 29, 2026