ભાવનગર શહેર: લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમે ઘોઘા રોડ વિસ્તારમાંથી વિદેશી દારૂનો જથ્થો ભરેલી કાર ઝડપી લીધી
Bhavnagar City, Bhavnagar | Jun 28, 2026
ભાવનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચ કચેરી દ્વારા ઘોઘા રોડ વિસ્તારમાંથી વિદેશી દારૂનો જથ્થો ભરેલી કાર ઝડપી લીધી. લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમ પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન મળેલી બાતમીના આધારે ઘોઘા રોડ વિસ્તારમાં આવેલા રાજારામના અવેળા પાસે પાર્ક કરાયેલી કારમાં તલાસી લેતા તેમાંથી વિદેશી દારૂ બોટલો મળી આવી હતી. જે અંગે પોલીસે તમામ મુદ્દામાલ કબજે કરી શખ્સ વિરોધ ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી હતી.