તળાજા: રેલિયા ગામે થયેલા મારામારી માં ચાર સામે ફરિયાદ નોંધાઈ
ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના રેલીયા ગામે વાહન ચલાવવાની બાબતે થયેલી બોલાચાલીએ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હોવાનો બનાવ સામે આવ્યો છે. આ મામલે ચાર શખ્સો સામે લાકડી અને લોખંડના પાઈપ વડે માર માર્યાનો તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપ્યાનો આક્ષેપ સાથે પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે. મળતી ફરિયાદની વિગતો અનુસાર, રેલીયા ગામના વાડી વિસ્તારમાં રહેતા 27 વર્ષીય મેહુલભાઈ જીણાભાઈ મકવાણા તા. 18 ઓક્ટોબર 2026ના રોજ પોતાના મોટરસાઈકલ પર પરિવારના સભ્યો સાથે ગામમાં આવેલા