શિનોર: સાધલી પ્રાથમિક શાળા પાસે ઈક્કો કાર ધડાકાભેર વીજપોલ સાથે અથડાતાં વીજપોલ તુટી જમીનદોસ્ત થઈ જતાં અફરાતફરી મચી જવા પામી .
Sinor, Vadodara | Jul 17, 2024 શિનોર તાલુકાના સાધલી ગામે આવેલ પ્રાથમિક શાળા પાસેથી આજે સાંજના સુમારે એક ઈક્કો કાર પસાર થઈ રહી હતી.તે દરમિયાન એકાએક ઈક્કો કાર ના ચાલકે સ્ટેરીંગ પરનો કાબૂ ગુમાવી દેતા રોડ ની બાજુમાં આવેલ વીજપોલ સાથે ધડાકાભેર અથડાતા વીજપોલ તુટીને જમીનદોસ્ત થઈ ગયો હતો.જે અંગેની જાણ સ્થાનિક રહીશો દ્વારા શિનોર MGVCL ને કરાઇ હતી.જેની જાણ થતાં જ શિનોર MGVCL ની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી સમારકામ ની કામગીરી હાથ ધરી હતી.જ્યારે કાર માં સવાર લોકોનો આબાદ થયો હતો.