તારાપુર: તારાપુર સહીત જુદા જુદા તાલુકામાં પોલીસ મથકે દશેરા પર્વે શસ્ત્ર પૂજન યોજાયું, પોલીસ કર્મીઓએ પરંપરાગત વિધિથી પૂજા કરી.
Tarapur, Anand | Oct 20, 2026 વિજયા દશમી એટલે કે દશેરાના પર્વે તારાપુર, ખંભાત, સહીત જુદા જુદા તાલુકા પોલીસ મથકોએ પી. આઈની આગેવાનીમાં પોલીસ કર્મીઓએ ધાર્મિક વિધિ સાથે શસ્ત્રોની પૂજા કરી હતી.દશેરાનો પર્વ અનિષ્ટ પર ઇષ્ટના અને અસત્ય પર સત્યના વિજયનું પ્રતીક છે. ભારતીય પરંપરામાં આ દિવસે શસ્ત્ર પૂજનનું ખાસ મહત્વ છે. પોલીસ વિભાગ માટે પણ આ પરંપરા ફરજ, કર્તવ્યનિષ્ઠા, અને લોકોની સુરક્ષાના સંકલ્પ સાથે જોડાયેલી છે.