તારાપુર: તારાપુર-કાનાવાડા રોડ પર પુરપાટ બાઇકની ટક્કરે રાહદારીનું મોત
Tarapur, Anand | Apr 7, 2026 માતર તાલુકાના સીજીવાડા ગામના શંકરપુરા સીમ વિસ્તારમાં રહેતા શૈલેષભાઈ રાઠોડ (ઉં.વ. 38) તારાપુર મોટી ચોકડીએ કામકાજ અર્થે પગપાળા ગયા હતા. ગત રાત્રે આઠેક વાગ્યાના સુમારે તેઓ જ્યારે તારાપુર-કાનાવાડા રોડ પરથી પસાર થઈ રહ્યા હતા, ત્યારે હોટલ પાસે એક અજાણ્યા બાઇક ચાલકે તેમને પાછળથી જોરદાર ટક્કર મારી હતી.જેમાં શૈલેષભાઈનું મોત થયું છે.ઘટનાસ્થળે GJ 23 Q 1245 નંબરનું મોટરસાયકલ પડેલું જોવા મળ્યું હતું.પોલીસે બાઈક ચાલક વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.