વઢવાણ: મહાનગરપાલિકા કક્ષાના રાષ્ટ્રીય આયુર્વેદ દિવસની ઉજવણી અંતર્ગત ધરમ તળાવ ખાતે નમો ઔષધીય ઉદ્યાન નું નિર્માણ શરૂ કરાયું
સુરેન્દ્રનગર મહાનગરપાલિકા કક્ષાના રાષ્ટ્રીય આયુર્વેદ દિવસની ઉજવણી અંતર્ગત સુરેન્દ્રનગર મહાનગરપાલિકા મ્યુનિસિપલ કમિશનરશ્રીએ ધરમતળાવ ગાર્ડન ખાતે રીબીન કાપીને"નમો ઔષધિય ઉદ્યાન"ના નિર્માણ કાર્યની શરુઆત કરવી હતી. આ તકે મ્યુનિસિપલ કમિશનર, નાયબ મ્યુનિસિપલ કમિશનર, સદભાવના ટ્રસ્ટના સભ્ય અને મહાનગરપાલિકાના અધિકારિઓ તથા કર્મચારી દ્વારા અરડુસી, સરગવો, લીંબડો, તુલસી, આંબલી સહિતના 75 જેટલા ઔષધિય ઝાડના છોડનું વૃક્ષારોપણ કર્યું હતું.