*હવામાન વિભાગ દ્વારા વલસાડ જિલ્લામાં આગામી સમયમાં ભારેથી અતિભારે વરસાદની વ્યક્ત કરાયેલી સંભાવનાને પગલે તંત્રની સજ્જતા અને સાધનોની તૈયારી*
*--- લોકોને સતર્ક રહેવા પ્રશાસનની અપીલ*
માહિતી બ્યુરો: વલસાડ: તા. ૩૧ જુલાઈ
વલસાડ જિલ્લામાં હવામાન વિભાગ દ્વારા બે દિવસ ભારે વરસાદની કરવામાં આવેલી આગાહીના પગલે વહીવટી તંત્ર દ્વારા પુર્વ તૈયારીઓ કરી લીધી છે. જિલ્લા કલેક્ટરશ્રી નીતિન સાંગવાનના સીધા માર્ગદર્શન હેઠળ સમગ્ર વહીવટી તંત્ર સજ્જ છે. સ્થિતિને પહોંચી વળવા માટે પ્રશાસન દ્વારા તમામ પૂર્વતૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે.
પૂર અથવા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિને પહોંચી વળવા માટે આપત્તિ વ્યવસ્થાપનની ટીમોને સાધન-સામગ્રી સાથે સજ્જ રાખવામાં આવી છે. નદી કિનારાના અને દરિયાકાંઠાના વિસ્તારોમાં ખાસ દેખરેખ રાખવામાં આવી રહી છે. બોટ, લાઈફ જેકેટ, દોરડા, કટર અને લાઈટિંગ સિસ્ટમ જેવા અદ્યતન બચાવ સાધનો સાથે ડિઝાસ્ટર રેસ્કયૂ ટીમો�
Valsad, Valsad | Jul 31, 2026