ગોધરા: લાલબાગ બસ સ્ટેશન પાસે આવેલ હોટેલ સાર્વત્તને ફાયર સેફ્ટીના નિયમોના ઉલ્લંઘન બદલ ફાયર વિભાગની કડક નોટિસ
ગોધરાના લાલબાગ બસ સ્ટેશન પાસે આવેલી 'હોટેલ સિટી ઇન / શ્રી સાર્વત્ત'ને ફાયર સેફ્ટીના નિયમોના ઉલ્લંઘન બદલ વડોદરા પ્રાદેશિક ફાયર વિભાગ દ્વારા કડક નોટિસ ફટકારવામાં આવી છે. ૨૩ જૂનના રોજ કરાયેલા આકસ્મિક નિરીક્ષણમાં હોટેલ પાસે અનિવાર્ય ફાયર સેફ્ટી સર્ટિફિકેટ ન હોવાનું અને ફાયર ફાઇટિંગ, એલાર્મ સિસ્ટમ તેમજ પ્રવેશદ્વાર પર અવરોધ જેવી ગંભીર ખામીઓ સામે આવી હતી. ફાયર ઓફિસરે હોટેલ સંચાલક પાર્થ ધારસ્યાણીને ૦૭ દિવસમાં તમામ ખામીઓ સુધારી ઓનલાઇન સર્ટિફિકેટ માટે અરજી