ગોધરા: ગોધરા શહેરમાં વટ સાવિત્રી વ્રતની હર્ષોલ્લાસભેર ઉજવણી: અખંડ સૌભાગ્ય માટે મહિલાઓએ વડ પૂજા કરી
ગોધરા શહેરમાં વટ સાવિત્રી વ્રતની શ્રદ્ધાપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. આ પવિત્ર દિવસે અખંડ સૌભાગ્યની કામના સાથે વ્રતધારી મહિલાઓએ સોળ શણગાર સજીને વડ પૂજા કરી હતી. શહેરના શ્રી મહાકાળી મંદિર અને મહાવીર નગરના શ્રી મહેશ્વર મહાદેવ મંદિર પરિસરમાં વહેલી સવારથી જ બહેનોની ભારે ભીડ જોવા મળી હતી. મહિલાઓએ વડના વૃક્ષની શાસ્ત્રોક્ત વિધિથી પૂજા કરી, સૂતરનો દોરો વીંટી પતિના દીર્ઘાયુ અને પરિવારની સુખ-સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી હતી. ધાર્મિક માન્યતા અનુસાર, યમરાજ સામ