તળાજા: રથયાત્રાને લઈ તળાજા પોલીસનું ફૂટ પેટ્રોલિંગ, આડેધડ પાર્કિંગ કરતા વાહનચાલકો સામે કાર્યવાહી
આજરોજ તારીખ 8 જુલાઈ 2026, બુધવારે સાંજે લગભગ 6 વાગ્યે, આગામી રથયાત્રાને અનુલક્ષીને તળાજા પોલીસ દ્વારા શહેરમાં ફૂટ પેટ્રોલિંગ યોજવામાં આવ્યું હતું. પોલીસ ઇન્સ્પેક્ટર વી.આર. ચાવડાના માર્ગદર્શન હેઠળ તળાજા પોલીસ સ્ટેશનના અધિકારીઓ અને કર્મચારીઓ શહેરના મુખ્ય બજારો અને ભીડભાડવાળા વિસ્તારોમાં પેટ્રોલિંગ કર્યું હતું. આ દરમિયાન સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરવામાં આવી હતી તેમજ વેપારીઓ અને નાગરિકો સાથે સંવાદ પણ કરવામાં આવ્યો હતો. ફૂટ પેટ્રોલિંગ દરમિયાન રસ્તા