બોરસદ: આણંદ જિલ્લાના બોરસદ તાલુકાની નવ જિલ્લા પંચાયત બેઠકો હેઠળના ગામોમાં ભાજપ દ્વારા ટિફિન બેઠકનું આયોજન કરાયું હતું.
Borsad, Anand | Mar 29, 2026 આણંદ જિલ્લાના બોરસદ તાલુકાની નવ જિલ્લા પંચાયત બેઠકો હેઠળના ગામોમાં ભાજપ દ્વારા ટિફિન બેઠકનું આયોજન કરાયું હતું. આ બેઠકમાં પક્ષના હોદ્દેદારો, કાર્યકરો અને આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. બેઠક દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીના લોકપ્રિય રેડિયો કાર્યક્રમ ‘મન કી બાત’નું પ્રસારણ કરાયું હતું. ઉપસ્થિત તમામ કાર્યકરો અને આગેવાનોએ એકાગ્રતાથી આ કાર્યક્રમ નિહાળ્યો હતો. વડાપ્રધાનના સંદેશાઓથી કાર્યકરોમાં નવી ઉર્જાનો સંચાર થયો હતો.