મહેસાણા: પાંચોટ રેલવે નાળા પાસે લૂંટનો ભેદ ઉકેલાયો, 3 આરોપી ઝડપાયા
મહેસાણાના પાંચોટ આનંદપુરા રેલવે નાળા પાસે થયેલી લૂંટનો પોલીસે પર્દાફાશ કર્યો છે. પોલીસે 3 આરોપીઓની ધરપકડ કરી 2.60 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે, જેમાં દોઢ તોલાનો સોનાનો દોરો અને એક્ટિવા સામેલ છે.