લીંબડી: લીંબડી હાઇવે પર કટારીયા નજીક હોટલમાં ગેરકાયદે ઇંધણ ઉતારી રહેલા 6 શખ્સો ઝડપી પાડી પોલીસે કાયદેસર કાર્યવાહી હાથ ધરી
લીંબડી હાઇવે પર કટારીયા ટોલગેટ નજીક યુપી બિહાર ઢાબા ના કમ્પાઉન્ડ માં ટેન્કર ઉભુ રાખી ગેર કાયદે ડિઝલ પેટ્રોલ સહિત ઇંધણ ઉતારી રહેલા રામક્રિપાલ રાજેન્દ્ર પ્રસાદ યાદવ, શિરાજ મહેમુદ ટિંબલિયા, શૈલષ ભરતસિંહ ગોહેલ, ચેતન મફા જોગરાણા, ગંભુ લાભુ મેણિયા તથા હોટલ સંચાલક જય ઉર્ફે જયરાજ ભુપતભાઇ રાઠોડ ની ધરપકડ કરી હતી અને ગેરકાયદે ઉતારેલું ઇંધણ અને વાહનો સહિત મુદામાલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે.