ગોધરા: ગોધરા શહેર બી ડિવિઝન પોલીસમથકના રાયોટિંગના ગુનાનો વોન્ટેડ આરોપી કોઠી સ્ટીલ ત્રણ રસ્તા પાસેથી ઝડપાયો
પંચમહાલ જિલ્લામાં નાસતા-ફરતા ગુનેગારોને પકડવા માટે યોજાયેલી ખાસ ડ્રાઇવ અંતર્ગત LCB સ્ટાફે રાયોટિંગના ગુનામાં નાસતા-ફરતા એક વોન્ટેડ આરોપીને ઝડપી પાડ્યો છે. એલસીબી સ્ટાફને મળેલી ચોક્કસ બાતમીના આધારે કોઠી સ્ટીલ ત્રણ રસ્તા પાસે વોચ ગોઠવીને શોકત સોયેબ હયાત નામના આરોપીને કોર્ડન કરી હસ્તગત કરવામાં આવ્યો હતો. આ આરોપી ગોધરા શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશનના ગુનામાં વોન્ટેડ હતો. પકડાયેલા આરોપી વિરૂદ્ધ આગળની કાયદેસરની કાર્યવાહી કરવા માટે તેને ગોધરા શહેર બી ડિવિ