ભાવનગર શહેર: ટ્રાફિકની સમસ્યાને લઈને ગંગાજળિયા તળાવ વિસ્તારમાં દબાણ હટાવો ઝુંબેશ
Bhavnagar City, Bhavnagar | Apr 10, 2026
ભાવનગરના ગંગાજળિયા તળાવ વિસ્તારમાં સતત વધતી ટ્રાફિકની વિકટ સમસ્યાને ધ્યાને રાખીને તંત્ર દ્વારા કડક હાથે દબાણ હટાવો ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. આજે તારીખ 10 એપ્રિલના રોજ સવારના 9 કલાકે દબાણ હટાવ ની ટીમે બિનઅધિકૃત લારીઓ અને નો-પાર્કિંગમાં ઉભેલી રિક્ષાઓને દૂર કરવામાં આવી હતી. આ ઉપરાંત કેટલીક લારીઓનો સામાન પણ જપ્ત કરવામાં આવ્યો છે જેથી ભવિષ્યમાં ટ્રાફિકની સમસ્યા ન સર્જાય અને લોકોની અવરજવર સુગમ બને.