વઢવાણ: વોર્ડ નં.11 lમાં મસ મોટું રોડ પર ગાબડું પડવા અંગે કોન્ટ્રાક્ટરો, મહાનગરપાલિકાના અધિકારીઓ સામે કાર્યવાહી કરવા AAPની માંગ
સુરેન્દ્રનગર મહાનગરપાલિકા વિસ્તાર વૉર્ડ નં 11 ગણપતિ વિસ્તારમાં રોડ પર મસ મોટું ગાબડું પડ્યું છે સુરેન્દ્રનગર મહાનગરપાલિકા ના અધિકારીઓ આ રોડ ના કોન્ટ્રાકટર અને જેતે સમયે જ્યારે રોડ બનતો હતો ત્યારે નગરપાલિકા ના જે અઘિકારી ની જવાબદારી હતી તેમને નોટિસ આપી તેવો ના જવાબ જાહેર કરો અને જો તે જવાબ સંતોષકારક ન લાગે અને તેમાં ભ્રષ્ટાચાર થયો હોવાનું લાગે તો તેમના પર તાત્કાલિક કાયદેસર કાર્યવાહી કરવાની માંગ કરી છે