ઓએનજીસી ઓફિસ ખાતે બરોડા એનડીઆરએફ યુનિટ ,સીઆઈએસએફ ,અંકલેશ્વર ઓએનજીસી સિક્યુરિટી ,એસઓજી પોલીસ,ઓએનજીસી ફાયર વિભાગ ,અને મેડિકલ ટીમના સંયુક્ત ઉપક્રમે આંતકવાદી ઘૂસણખોરી અંગે એક મોકડ્રિલનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં આંતકવાદી ઘૂસણખોરીના દ્રશ્યો,ઓફિસમાંથી કમર્ચારીઓને તાત્કાલિક બહાર કાઢી એક સ્થળ ઉપર એકત્ર કરવા ,આંતકવાદીઓની ધરપકડ તેમજ ઘાયલોની પ્રાથમિક સારવાર સહીતની પ્રક્રિયા મોકડ્રિલમાં દર્શાવવામાં આવી હતી.