બોડેલી: હાલોલ રોડ પર કરન પેટ્રોલ પંપ સામે અકસ્માત હઅજાણ્યા વાહનચાલકે બાઈક ચાલકને અડફેટે લેતા બાઈક ચાલક નું મોત
બોડેલી–હાલોલ રોડ પર કરન પેટ્રોલ પંપ સામે દુર્ઘટના બની હતી. અજાણ્યા વાહનચાલકે બાઈક ચાલકને અડફેટે લેતા બાઈક ચાલકનું ઘટના સ્થળે જ દુઃખદ મોત થયું હતું. મૃતક યુવાનની ઓળખ બોડેલીના ધાણકવાળા વિસ્તારના સમીર મલેક તરીકે થઈ છે. ઘટનાની ખબર મળતા મોટી સંખ્યામાં લોકો સ્થળ પર ઉમટી પડ્યા હતા. જાણ થતા 108 ઇમરજન્સી સેવા તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. સાથે જ બોડેલી પોલીસ ઘટના સ્થળે પહોંચી આગળની કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.