ખંભાત: નગરાની સામરખા સીમ વિસ્તારમાંથી જુગાર રમતા 4
શખ્સો ઝડપાયા, 5450 રોકડ જપ્ત કરાઈ.
Khambhat, Anand | Sep 15, 2025 ખંભાત ગ્રામ્ય પોલીસે નગરા ગામની સામરખા સીમ વિસ્તારમાંથી જુગાર રમતા 4 શખ્સોને ઝડપી પાડ્યા છે.અંગજડતી અને દાવ પરથી રૂ. 5450 રોકડ જપ્ત કરી જુગારધારાની કલમો મુજબ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.પકડાયેલા શખ્સોમા જીતુ સંગ્રામભાઈ વાલ્મિક, સુરેશ રમેશભાઈ જાદવ, મુકેશ વિઠ્ઠલભાઈ મકવાણા અને સુરેશ કેશવભાઈ સોલંકીનો સમાવેશ થાય છે.