ગોધરા: ગોધરાની જિલ્લા સેવાસદન કચેરી ખાતે રાજ્ય ચૂંટણી આયોગની વર્ચ્યુઅલ બેઠક યોજવામાં આવી હતી
ગોધરાની જિલ્લા સેવાસદન ખાતે રાજ્ય ચૂંટણી આયોગની વર્ચ્યુઅલ બેઠક યોજાઈ, જેમાં જિલ્લા કલેક્ટર અજય દહિયા હાજર રહ્યા. બેઠકમાં આદર્શ આચાર સંહિતાના પાલન, ફરિયાદોના ઝડપી નિકાલ અને નિષ્પક્ષ ચૂંટણી પર ભાર મૂકાયો. સંવેદનશીલ મતદાન મથકોની ઓળખ, સુરક્ષા વ્યવસ્થા અને ભૌતિક ચકાસણી અંગે સૂચનાઓ આપવામાં આવી. પોલિંગ સ્ટાફની તાલીમ, વાહન વ્યવસ્થા અને મતદાર યાદીની માર્ક કોપી તૈયાર કરવા માર્ગદર્શન અપાયું. જિલ્લા તંત્ર ચૂંટણીને શાંતિપૂર્ણ અને સફળ બનાવવા માટે સજ્જ બન્યું છ