મકરપુરામાં અજાણ્યા યુવકની હ*ત્યાનો ભેદ ઉકેલાયો
વડોદરા શહેરના મકરપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગત તા. ૦૯/૦૯/૨૦૨૬ ના રોજ જંબુવા બાયપાસ નજીક હાઈવેની સાઈડમાંથી એક અજાણ્યા પુરુષની ડિકમ્પોઝ હાલતમાં લા*શ મળી આવતા પ્રાથમિક તબક્કે અકસ્માત મોતનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. જોકે, પોલીસ કમિશ્નર નરસિમ્હા કોમાર અને ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ મકરપુરા પોલીસે ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરીને ૮૦ થી વધુ સીસીટીવી કેમેરાના ફૂટેજ ચકાસી તથા ૩૦ થી વધુ લોકોની પૂછપરછ કરી ટેક્નિકલ અને હ્યુમન સોર્સની મદદથી આ મર્ડર મિસ્ટરીનો પર્દાફાશ કર્યો છે. તપાસમાં ખૂલવા પામ્યું હતું કે મૃ*તક રમેશભાઈ ગણપતરાવ પવારે આરોપીઓ હિંમાંશુ જગદીશભાઈ ખડસે અને તેની પત્ની પૂજાબેન ખડસેના નામે લીધેલી લોનના હપ્તાની સતત ઉઘરાણી કરતા હોવાથી કાવતરું રચીને તારીખ ૦૭/૦૯/૨૦૨૬ ના રોજ તેમને બરોડા ડેરી પાસે બોલાવ્યા હતા અને લોખંડના સળિયા/ટોમીથી છાતીના ભાગે ઘા ઝીંકી નિર્મમ હ*ત્યા કરી લાશ