રાજ્યમંત્રી કમલેશ પટેલના હસ્તે વસો તાલુકાના રામોલ ખાતે નવા આયુષ્યમાન આરોગ્ય મંદિરનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આશરે ૩૫ લાખના ખર્ચે નિર્મિત આ નવીન બહુમાળી ભવનમાં ઓપીડી લેબ દવાની બારી સહિત ની વ્યવસ્થા ઉપલબ્ધ કરવામાં આવી છે જેનાથી રામોલ સહિત આસપાસના નજીકના લોકોને મફત અને અસરકારક આરોગ્ય સેવાઓ ઉપલબ્ધ થશે.