વડગામ: વડગામ પંથકમાં વરસી રહેલા કમોસમી વરસાદથી બાજરી મગફળીના પાકમાં વ્યાપક નુકસાન, ધારાસભ્યએ પણ સહાયની કરી છે માંગ.
વડગામ પંથકમાં વરસાદના કારણે બાજરી મગફળીના પાકમાં વ્યાપક નુકસાન થયું હોવા અંગે ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ પણ મુખ્યમંત્રીને પત્ર લખીને સહાયની માંગ કરી છે જોકે ખેડૂતો પણ નુકસાનીનુ વળતર મળે તેની રાહ જોઈને હાલ બેઠા હોવાની જાણકારી આજે સોમવારે રાત્રે 10:30 કલાકે મળી છે.