ભચાઉ: શિવલખા ગામે તળાવમાં કોઈ વ્યક્તિ ડૂબ્યો હોવાની આશંકા, ફાયર ટીમ દ્વારા તપાસ
Bhachau, Kutch | Mar 24, 2026 ભચાઉ તાલુકાના શિવલખા ગામે આવેલ તળાવમાં આજે કોઈ વ્યક્તિ ડૂબ્યો હોવાની આશંકા સર્જાઈ હતી. જે બાદ ભચાઉ ફાયર ટીમને જાણ કરાતા ભચાઉ નગર પાલિકાની ફાયર ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી અને વોટર દૂરબીન વડે તપાસ હાથ ધરવામાં આવી હતી.