ભુજ: નાગોરમાં પત્ની પર ધોકા વડે જીવલેણ હુમલો કરનાર પતિ સામે ગુનો દાખલ
Bhuj, Kutch | Jun 28, 2026 ભુજ તાલુકાના નાગોર ગામના મફતનગરમાં રહેતા અને ઘરકામ કરતા ૪૦ વર્ષીય ઝીનતબેન સુમરાએ તેમના પતિ ઘોરામામદ સુમરા વિરુદ્ધ માધાપર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. ઝીનતબેનના જણાવ્યા અનુસાર, તેમનો પતિ ઘોરામામદ છેલ્લા છ મહિનાથી સતત રૂપિયા લાવવાની જીદ કરી તેમને અવારનવાર શારીરિક તેમજ માનસિક રીતે હેરાન પરેશાન કરતો હતો. રૂપિયા બાબતે ધોકા વડે જીવલેણ હુમલો કર્યો હતો