ભાવનગર શહેર: ઘોઘા રોડ પોલીસે આડોડીયા વાસ વિસ્તારમાંથી વિદેશી દારૂ અને બિયરનો જથ્થો ઝડપી લીધો, મહિલા સહીત બે સામે ગુનો નોંધાયો
Bhavnagar City, Bhavnagar | Apr 9, 2026
ભાવનગર ઘોઘા રોડ પોલીસ મથક ખાતેથી જણાવ્યા અનુસાર ઘોઘા રોડ પોલીસ મથકનો સ્ટાફ પોસ્ટે વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન બોરડીગેટ વિસ્તારમાં એક રહેણાકી મકાનમાંથી વિદેશી દારૂનો જથ્થો અને બિયરના ટીન તેમજ દેશી દારૂની કોથળીઓ મળી આવી હતી. જે અંગે પોલીસે મહિલા સહિત બે લોકો સામે દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.