હાલોલ પંથકમાં આજે શુક્રવારે વહેલી સવારે ટ્રકમાં આગ લાગવાની ઘટના બનતા થોડો સમય માટે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. સદભાગ્યે હાલોલ ફાયર વિભાગની તાત્કાલિક કામગીરીના કારણે મોટી દુર્ઘટના ટળી હતી.ટ્રક રાજસ્થાનના રામગંજ મંડીમાંથી કોટાસ્ટોન પથ્થર ભરીને આવી હતી અને સુરત તરફ જઈ રહી હતી. ત્યારે કંજરી બાયપાસ પાસે અચાનક ચાલુ ટ્રકમાં આગ લાગી હતી.હાલ આગ લાગવાના કારણ અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.