ભાવનગર શહેર: ખેડૂતવાસ વિસ્તારમાં મોડી રાત્રે માથાકૂટની ઘટના બની, પથ્થરના ઘા કરાયા, પોલીસે પરિસ્થિતિ પર કાબુ મેળવ્યો
Bhavnagar City, Bhavnagar | May 9, 2026
ભાવનગર શહેરના ખેડૂતવાસ વિસ્તારમાં મારામારીની ઘટના બની હતી. ખેડૂતવાસ વિસ્તારમાં બે ટોળાં વચ્ચે માથાકૂટ સર્જાઈ હતી. જેમાં પથ્થરના ઘા કરાયા હતા. ઘટનાને લઇ વિસ્તારમાં ભય ફેલાયો હતો. બનાવ અંગે જાણ થતા પોલીસનો મોટો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. ચુસ્ત બંદોબસ્ત ગોઠવી પરિસ્થિતિ પર પોલીસે કાબુ મેળવ્યો હતો.