રાજુલા પોલીસ સ્ટેશન દ્વારા હત્યાની કોશીશ સહિત કુલ ત્રણ ગંભીર ગુન્હામાં નાસતો ફરતો અને અગાઉ કુલ ૩૫ ગુન્હામાં સંડોવાયેલ શીવરાજ વાલાભાઇ ધાખડાની સફળ ધરપકડ કરવામાં આવી છે. પોલીસ મહાનિર્દેશકશ્રી તથા ભાવનગર રેન્જ આઇ.જી.શ્રીના માર્ગદર્શન હેઠળ અમરેલી પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી. આરોપીની ધરપકડ બાદ ઘટનાસ્થળે લઈ જઈ રીકન્સ્ટ્રકશન પંચનામું કરવામાં આવ્યું છે.