અમદાવાદ શહેર: Amc ની પ્રિ-મોન્સુન કામગીરી માત્ર કાગળ પર, કારગિલ પેટ્રોલ પંપ પાસે મંથર ગતિએ ચાલતું કામ
આજે શનિવારે સવારે ૧૧ વાગ્યાની આસપાસ કારગિલ પેટ્રોલ પંપ પાસે મનપાની પ્રિ-મોન્સુન કામગીરી અત્યંત ધીમી ગતિએ ચાલી રહી છે. ચોમાસું તદ્દન નજીક હોવા છતાં તંત્રની આ આળસને કારણે રસ્તા પર ઠેર-ઠેર ખાડાઓ સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે.જેના લીધે વાહનચાલકો ભારે હાલાકી ભોગવી રહ્યા છે. સ્થાનિકો આક્ષેપ કરી રહ્યા છે કે કોર્પોરેશનની પ્રિ-મોન્સુન કામગીરી માત્ર કાગળ પર જ રહી ગઈ છે.