ગોધરા: ગોધરા-દાહોદ હાઈવે પર ગંભીર અકસ્માત: એક્ટિવા અને આઈસર ટેમ્પો વચ્ચે ટક્કર, બાળક સહિત પાંચ ઈજાગ્રસ્ત
ગોધરા-દાહોદ હાઈવે પર આવેલા ગઢ ગામ નજીક અકસ્માતની ઘટના સામે આવી છે, જેમાં એક્ટિવા બાઈક અને આઈસર ટેમ્પો વચ્ચે અકસ્માત સર્જાતા એકટીવા બાઇક પર સવાર 6 વર્ષના એક બાળક અને દંપતી સહિત પાંચ લોકો ઈજાગ્રસ્ત થયા છે. ઘટના સ્થળેથી પસાર થતા મોરવા હડફ ના ધારાસભ્ય નિમિષાબેન સુથાર સહિત આસપાસના સ્થાનિક લોકો તુરંત જ ઘટના સ્થળે મદદ માટે દોડી આવ્યા હતા. અને ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે તમામ ઈજાગ્રસ્તોને તાત્કાલિક ગોધરા સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે,