અમદાવાદ શહેર: શાહીબાગ ખાતે BAPS સ્વામિનારાયણ મંદિરમાં 1200થી વધુ વાનગીઓનો ભવ્ય અન્નકૂટ
અમદાવાદના શાહીબાગ ખાતે BAPS સ્વામિનારાયણ મંદિરમાં ભક્તિભાવપૂર્વક સંતો-ભક્તોએ ઠાકોરજીને ધરાવેલ 1200થી વધુ વાનગીઓના મનોહર અન્નકૂટના દર્શન કર્યા.. આ ભવ્ય અન્નકૂટની તૈયારીઓ છેલ્લાં 45 દિવસથી ચાલી રહી હતી. સંતો ઉપરાંત સમગ્ર અમદાવાદમાંથી 1500થી વધુ લોકો દ્વારા છેલ્લાં એક મહિનામાં નિયમિતરૂપે દિવાળી અને અન્નકૂટને લગતી અનેકવિધ સેવાઓમાં ભક્તિસભર શ્રમદાન કરવામાં આવ્યું