હાંસોટ: દક્ષિણ ગુજરાતના ખેડૂતોએ રાજ્યના પાણી પુરવઠા મંત્રી સાથે બેઠક કરી ઉકાઈ નહેરમાં 90 દિવસ પાણી પુરવઠો બંધ ન રાખવા રજૂઆત
દક્ષિણ ગુજરાતના ખેડૂતો દ્વારા રાજ્યના પાણી પુરવઠા મંત્રી ઇશ્વરસિંહ પટેલ સાથે હાંસોટની પંડવાઈ સુગર ફેકટરી ખાતે બેઠક કરવામાં આવી હતી જેમાં તેઓએ મંત્રીને જુઆત કરીને ઉકાઈ જમણાકાંઠા નહેરમાં 90 દિવસ સુધી પાણી પુરવઠો બંધ ન રાખવા વિનંતી આજરોજ બપોરના અરસામાં કરવામાં આવી છે.ખેડૂતોનું કહેવું છે કે તાજેતરના કમોસમી વરસાદના કારણે તેમની પાકને મોટું નુકસાન થયું છે.