લાલ દરવાજા સ્થિત રૂપાલી સિનેમા પાસેનો AMTS ડેપો નશાખોરોનો અડ્ડો બન્યો છે. જનતાના ટેક્સના કરોડો રૂપિયાથી ખરીદાયેલી અને ડેપોમાં ઊભેલી નવી બસોમાં દારૂની મહેફિલો માણવામાં આવી રહી છે. ખાલી બોટલો અને નશીલી દવાઓ મળી આવતા, તંત્રની સુરક્ષા વ્યવસ્થાની પોલ ખુલી ગઈ છે અને તંત્ર હરકતમાં આવ્યું છે.